hk24news February 14, 2020

હાલોલ નગર ખાતે બજરંગ દળ ના યુવાનોએ પુલવામાં શહીદ થયેલા વીર જવાનોની વર્ષી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ વેલેન્ટાઈન ડે માનવતા યુવાનોને પુલવામાંના શહીદો નામાનમાં આ દિનની ઉજવણી ન કરવા અપીલ કરી હતી.
ગત વર્ષે 14 મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ના દિવસે કશ્મીરના પુલવામાં ખાતે દેશના વીર જવાનો પર આંતકવાદીઓએ હીંચકારો હુમલો કરતા દેશની રક્ષા કરતા વીર જવાનોએ શહીદી વહોરી હતી જેની યાદ માં અને માનમાં આજે હાલોલના શહેરના બાગમાં અને વિરાસત વન ખાતે હાલોલ બજરંગ દળના કાર્યકરોએ વીર શહીદ જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો જયારે 14 મી ફેબ્રુઆરી એ મનાવાતા વેલેન્ટાઈન ડે નો વિરોધ કરી પશ્ચિમી સંસ્કૃતિને ઉજાગર કરતા અને યુવાન યુવતીઓને માનસીક રીતે ભારતીય સંસ્કૃતિ દૂર કરતા આવા પર્વને ન મનાવવા યુવાધનને અપીલ કરી આજના દિવસને શહીદી દિન તરીકે મનાવવા બાગ ખાતે તેમજ વિરાસત વન ખાતે એકઠા થયેલા યુવનો યુતિઓને અપીલ કરી હતી
હાલોલ બજરંગ દળના કાર્યકરોએ શહેરના બાગ અને વિરાસત વન ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ પુલવામાંના શહીદ જવાનોને રડતી આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓના ફોટા પર શ્રદ્ધા સુમન અર્પણ કરી શહીદ જવાન અમર રહે,જય જવાન જય કિસાન, ભારત માતા કી જયના નારાઓ બુલંદ કરી શહીદ દિન મનાયો હતો.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat