hk24news February 12, 2020

ગોધરા, બુધવારઃ વસ્તીગણતરી-2021 માટે પંચમહાલ જિલ્લાના કર્મીઓની બે દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ઘર યાદીકરણ માટે બ્લોક બનાવવા, તે માટેની પ્રક્રિયાઓ, કાયદાકીય પાસાઓ, ગાઈડ લાઈન મુજબ કામગીરી કરવા અને રેકર્ડની જાળવણી અને મોબાઈલ એપના ઉપયોગ અંગે સઘન તાલીમ આપવામાં આવી હતી. રાજ્યકક્ષાના બે માસ્ટર્સ ટ્રેનર્સ અને ગાંધીનગરના જનગણના નિર્દેશાલયના અધિકારી દ્વારા જિલ્લાના તમામ મામલતદારો અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને આ તાલીમ અપાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા પણ તાલીમાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ વસતિ ગણતરી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં ઘર યાદી બનાવવામાં આવશે, જે એપ્રિલ-2020થી સપ્ટેમ્બર-2020 સુધી યોજાશે. જ્યારે જનગણનાની પ્રક્રિયા તા.9મી ફેબ્રુઆરી-2021થી શરૂ થશે.
વસતિ ગણતરીની શરૂઆત ભારતમાં 1871ના વર્ષથી શરૂ થઈ હતી, જે દર 10 વર્ષે કરવામાં આવે છે. જિલ્લાના તમામ મામલતદારો અને ચીફ ઓફિસરો સાથે સબ ચાર્જ ઓફિસરો અને ટેકનિકલ આસિસ્ટન્ટોને પણ આ તાલીમ આપવામાં આવી હતી.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat