hk24news February 12, 2020

શહેરા..

  પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આમ આદમી પાર્ટી દ્રારા  આજે દિલ્લી વિધાનસભાની ચુટણીમાં થયેલા ભવ્ય વિજયને લઇને આમ આદમી પાર્ટીના જીલ્લા કાર્યકરો દ્રારા ઉજવણી કરવામા આવી હતી.

દિલ્લી વિધાનસભાની ચુટણીના પરિણામો આજે જાહેર થયા હતા. જેમા આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો.અને ભાજપ સહિત અન્ય પાર્ટીને પછડાટ આપી હતી.જેમા આજે ચુટણીના વિજયની ઉજવણીના ભાગરૂપે જીલ્લાના આમ આદમી પાર્ટીઁના કાર્યકરો દ્વારા આજે પાર્ટીના વિજયની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.જેમા કાર્યકરોએ
એકબીજાને પેડા ખવડાવીને મો મીઠુ કરાવ્યુ હતુ.અને ચર્ચ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા તેમજ સરદારનગર ખંડ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચઢાવ્યા હતા.આમ આદમીના કાર્યકરોએ અરવિં કેજરીવાલના વિજયના સર્મથનમાં નારા લગાવ્યા હતા.

રિપોર્ટર .મુકેશ મારવાડી .શહેરા

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat