hk24news February 11, 2020

ગોધરા, મંગળવારઃ પંચમહાલ જિલ્લામાં આગામી તા.16/02/2020ના રોજ શહેરા ખાતે જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને માજી સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાશે. આ સંમેલન શહેરાના નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે યોજાનાર છે. જેમાં રાજ્ય સરકાર તેમજ રાજ્ય સૈનિક બોર્ડ દ્વારા ચલાવાતી વિવિધ કલ્યાણ યોજનાઓની માહિતી આપવામાં આવશે. સંમેલન બાદ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના લાભ લેવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ નવા કઢાવવાના હોય કે તેમાં સુધારા-વધારા કરાવવવાના હોય તો તે માટેની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ પંચમહાલ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની અખબારીયાદીમાં જણાવાયું છે.

————૦૦૦૦૦૦૦૦૦———

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat