hk24news January 14, 2020

તારીખ 12 અને 13/1/2020 ના રોજ઼ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાબરકાંઠા પોલીસ અને સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા DSP શ્રી રવિન્દ્ર મંડલીક અને ASP શ્રી લવીના સિન્હા સાહેબની આગેવાનીમાં પોલીસ-પોલીસ અને પોલીસ-પબ્લિક વચ્ચે રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસ અધિકારી શ્રીઓ અને પોલીસ કર્મચારીઓએ પુરા ઉત્સાહથી રમતોમાં ભાગ લઈને પોલીસ ડીપાર્ટમેન્ટમાં ગઝબની સ્ફૂર્તિ અને ફિઝિકલ ફિટનેસ હોય છે તે સાબિત કરી બતાવ્યું હતું આ રમતોત્સવના બીજા દિવસે રમતો પુરી થયાં પછી કલોઝિંગ સેરેમની રાખવામાં આવી હતી જેમાં વિજેતાઓને ઇનામ,મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રમતોત્સવની ક્લોઝિંગ સેરેમનીમાં પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી રણજીત.લાલજીભાઈ.સુતરીયાની આગેવાની હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસ હેડક્વાટર્સની બાળાઓ,છોકરીઓ-છોકરાઓ અને પોલીસ દ્વારા કોરિયોગ્રાફરની મદદથી ગરબા,ડાન્સ,અને નાટક પર અભિનય કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે સાબરકાંઠા DSP શ્રી મંડલીક સાહેબ અને ASP શ્રી લવીના સિન્હા સાહેબ અને દરેક અધિકારીશ્રીઓએ PLBS ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમની ખુબ જ પ્રશંસા કરી હતી હતી અને દરેક સહભાગીને ઇનામ અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા…

આ કાર્યક્રમમાં મદદરૂપ થનાર અશ્વિન મકવાણા,જીતેન્દ્રસિંહ મકવાણા,નિમેષ સુતરીયા,જગદીશ પરમાર અને બીજા દરેક લાઈન બોય્સનો PLBS ફાઉન્ડેશનના ટ્રસ્ટી રણજીત લાલજીભાઈ સુતરીયા દ્વારા ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો છે.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat