hk24news January 12, 2020

સિધ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલીત તાહેર એન્ડ હુસૈન એડનવાલા પ્રાયમરી, હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો વાર્ષિકોત્સવ તા. ૧૧-૧૨ જાન્યૂઆરીના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આજે પ્રથમ દિવસે રૉટરી કલબના પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નર (અમદાવાદ) રૉટેરીયન જોઈતાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સમારંભનો શુભારંભ કરાયો, મુખ્ય દાતાશ્રી હુસેનભાઈ અને તાહેરભાઈ એડનવાલા તેમજ રૉટેરીયન દિપકભાઈ પંડયા (અમદાવાદ) અને અતિથી વિશેષ તરીકે સૈફીભાઈ ખંભાતી, દાતા શ્રી અબરારઅલી સૈયદ, યુસુફભાઈ વડનગરવાલા, યુનુસભાઈ સિધ્ધપુરવાલા, રૉટરી કલબ સિધ્ધપુરના સેક્રેટરી દશરથભાઈ પટેલ, રફીકભાઈ કોઠારીયા (પ્રિન્સીપાલ રિપબ્લીક સ્કૂલ, અમદાવાદ), ઝાહિદખાન પઠાણ (અંકુર સ્કૂલ અમદાવાદ), ગોવિંદભાઈ દરજી (પૂર્વ પ્રિન્સીપાલ દિવાન બલ્લુભાઈ સ્કૂલ અમદાવાદ) અને સૈફુદ્દીન આબુવાલાએ સ્થાન શોભાવ્યું હતું.

બોર્ડની પરીક્ષાઓમાં સિધ્ધપુરની તમામ સ્કૂલોમાં અવ્વલ આવેલા વિદ્યાર્થીઓને જુદાજુદા ટ્રસ્ટો અને ફંડ માંથી મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા સાથે સંસ્થાના સિનીયર ટ્રસ્ટીઓ અને દાતાઓ અને વિશીષ્ઠ સન્માન મેળવેલ સંસ્થાના મહાનુભાવોનુ સન્માન કરવામાં આવ્યું. તો દાતાઓ તરફથી સ્કૂલમાં આપેલ સ્પોર્ટના સાધનો અને કલાસરૂમ ફર્નિચરનું અનાવરણ કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીગણ, શાળા પરિવારના તમામ સભ્યોએ સરાહનીય કામગીરી બજાવી હતી.

તા. ૧૨ જાન્યૂઆરીના રોજ પણ મહામુભાવોની ઉપસ્થિતીમાં નિર્ધારીત કાર્યક્રમો સાથે વાર્ષિકોત્સવ પૂર્ણ કરાયુ, ઈનામ વિતરણ કરવામાં આવયુવા.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat