hk24news January 11, 2020

બ્રેકિંગ ન્યૂઝ…અમરેલી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ ના બે દિવસ પહેલા સ્વાન એલએનજી કંપનીમા થયેલી રૂપિયા 72 હજારની કેબલ ચોરીના ગુનામા આજે જાફરાબાદ પોલીસે ત્રણ તસ્કરોની ધરપકડ કરી..

તમામ મુદામાલ કબજે લીધો હતો. ચોરીની આ ઘટના જાફરાબાદના ભાકોદરમા બની હતી….. સ્વાન એલએનજી કંપનીના મેદાનમા પડેલો રૂપિયા 72 હજારની કિમતનો કોપર કેબલ કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા. …

જે અંગે કંપનીના અધિકારી દ્વારા જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ હતી….

પીઆઇ ડો.એલ.કે.જેઠવા તથા સ્ટાફે પોતાની આગવી સુજબુજથી શકમંદોને ઉપાડી લઇ પુછપરછ કરતા ભેદ ખુલી ગયો …..

જાફરાબાદના વારાહસ્વરૂપ ગામના કનુ ભીખુભાઇ ચાવડા, ભાકોદરના મુકેશ નાકરભાઇ બારૈયા અને જાફરાબાદના અસ્પાક મહમદઅલી શેખ નામના શખ્સોએ આ કેબલ ચોરી કરી હતી….

301 મીટર લાંબા આ કેબલને બાળી નાખી તેમાથી કોપરનો વાયર કાઢી તેણે જાફરાબાદના ભંગારના વેપારી અસ્પાકને વેચી દીધો ….

જેને પગલે પોલીસે ચોરી કરનાર બંને યુવાનો ઉપરાંત ભંગાર વેચાતો રાખનાર વેપારીની પણ ધરપકડ કરી હતી. …..

તેની પાસેથી 48 કિલો વજનનો કોપરનો વાયર કબજે લેવાયો હતો….

રિપોર્ટર..ભૂપત સાંખટ અમરેલી

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat