hk24news December 10, 2019

પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામના ગુમ થયેલા ચાર યુવાનો ની કાર જૂનાગઢ પાસે થી એક નદીના ઊંડા પાણી માંથી મળી આવી છે અને સાથે બે યુવાનોની લાશ મળી આવી છે, બે દિવસ પહેલા ચાર યુવાનો ફરવા આવ્યા હતા પરંતુ રવિવારે વહેલી સવાર થી ગમ થઇ ગયા હતા અને ત્યાર પછી રામપુરા ગામના લોકો અને પોલીસ શોધી રહી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળેલા જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના ચાર યુવાનો નો રવિવાર ની વહેલી સવાર થી સંપર્ક સંપર્ક તૂટી જતા પોલીસ અને પરિવાર દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ ચારેય યુવાનો ના મોબાઈલનું લોકેશન છેલ્લે જૂનાગઢ પાસે મળી આવતા અહીના વિસ્તારમાં પોલીસે ૧૦ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી પરંતુ શોધખોળના અંતે જૂનાગઢ થી મેંદરડા રોડ ઉપર ખડ પીપળી ગામ પાસે ના વેકરા નામના વોકળા માં ડૂબી ગયેલી હાલત માં કાર મળી આવી હતી, ત્યાર પછી જૂનાગઢ ફાયર બ્રિગેડ શાખા અને 108 ને જાણ કરતા ક્રેઈન થી કાર ને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી જેમાં થી જીજ્ઞેશ પટેલ અને મૌલિક પટેલ એમ બે યુવાની ની લાશ મળી આવી છે જયારે બીજા યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલ ની શોધખોળ ચાલી રહી

ચારેય યુવાનોમાં પીનાકીન પટેલના પત્ની તાલાલાના વતની હોય જેથી ચારેય યુવાનો પીનાકીનના સસરાના ઘરે આંટો મારવા જવા નું કહી રવાના થયા હતા, પરંતુ તાલાલા નહિ પહોંચતા પરિવારજનોએ ફોન કરતા એક સાથે ચારેય યુવાનોના ફોન બંધ આવતા હતા જેથી જૂનાગઢ થી તાલાલા જતા તમામ રસ્તે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, પોલીસે મોબાઇ ટાવર ના લોકેશન આધારે શોધખોળ કરી હતી અને જૂનાગઢ શહેર ના અનેક સ્થળોના CCTV કેમેરા ને પણ તપસ્યા હતા, જે બે યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલ ની ભાળ નહિ મળતા હવે મંગળવારે સવાર થી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું

મોબાઈલ નંબરનું લોકેશન છેલ્લે જૂનાગઢથી બહાર નીકળતા ઇવનગર મેંદરડા રોડ પરના વિસ્તારમાં બતાવતા અહીના સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવી હતી, પોલીસના કહેવા મુજબ તા.૮ ને રવિવારે વહેલી સવારે ચાર વાગ્યે તેમના મોબાઈલના લોકેશન બતાવ્યા બાદ મોબાઈલ સ્વીચઓફ બતાવ્યા હતા, ત્યારથી તેઓ લાપતા છે. આ અંગે એસપી #સૌરભસિંઘે જૂનાગઢ ના DYSP #પ્રદીપસિંહ જાડેજા અને કેશોદ DYSP જે. બી. ગઢવી તેમજ એલસીબી પીએસઆઈ આર.કે.ગોહિલ સહિતની પોલીસની ૧૦ ટીમોને ચારેય યુવાનોની શોધખોળમાં લગાવ્યા હતા, .તે ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સામાજિક અગ્રણી ડૉ. સુરેશચંદ્ર પટેલ ની આગેવાની માં 50 જેટલા યુવાનોએ પણ શોધખોળ આદરી હતી.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat