hk24news December 8, 2019

આ પ્રસંગમાં મા ખોડીયાર માતાના યજ્ઞ, હવન, માતાજીના ગરબા તેમજ પૂજા-અર્ચન તેમજ પ્રસાદીરૂપે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.આ ખોડિયાર જયંતિ નો પ્રસંગ લગભગ બે થી ત્રણ દિવસ સુધી ચાલે છે. આ ખોડિયાર જયંતિ ના આયોજક એવા ખીમજીભાઇ ભરવાડ તેમજ સુરેશભાઈ ઓડ જેઓને લોકમુખે ચર્ચા મુજબ ખોડીયાર માતાના અનેક પરચાઓ મળેલ છે કહેવાય છે કે ઢાળ વાળી મા ખોડીયાર જ્યાં રીક્ષાવાળાઓ થી માંડીને લારીવાળા તેમજ વેપારી સૌ કોઈની ખૂબ જ શ્રદ્ધા તેમજ આસ્થા છે જેથી કરીને દર વર્ષે ખોડીયાર જયંતિનો ઉત્સવ ખીમજીભાઇ ભરવાડ ની સાથે સાથે સૌ કોઈ હર્ષોલ્લાસથી મનાવે છે. ખોડિયાર જયંતિ ના આજના દિવસે સવારથી પૂજા અર્ચના તેમજ યજ્ઞ કરીને નારીયેલ હોમવામાં આવે છે અને આ સમયે રબારી તેમજ ભરવાડ સમાજના મોટા, નાના, વૃદ્ધ, મહિલાઓ સૌ કોઇ મોટી સંખ્યામાં હાજર રહે છે અને નાના બાળકોને માતાજીના આશીર્વાદ તેમજ મંદિરે સ્પર્શ કરવામાં આવે છે. ખીમજીભાઇ ભરવાડ જેવો યજ્ઞમાં બેસી ને હવન કુંડમાં હોતી પણ આપે છે બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતના શ્લોકો ચાર દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે અને શ્રીફળ હોમ તી વખતે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે છે. આ શુભ પ્રસંગે મહેમદાવાદના પીઆઇ સાહેબ શ્રી મહિડા સાહેબ તેમજ મહેમદાવાદના પોલીસ સ્ટાફ ફરજની સાથે સાથે આ ધાર્મિક પર્વમાં મા ખોડીયાર ના દર્શને પધાર્યા હતા અને હવન કુંડમાં આહુતી પણ આપી હતી.. આ સમગ્ર માતાજીના પ્રસંગ નું આયોજન મા ખોડીયાર માતાના આશીર્વાદ થી ખીમજીભાઇ ભરવાડ તેમજ સુરેશભાઈ ઓડ સાથે ઘણા યુવાનો ભેગા મળી સતત છ વર્ષથી ખોડિયાર જયંતિ ઉજવતા આવ્યા છે અને આજે સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી સુંદર આયોજન જેમાં રાત્રિના સમયે રંગબેરંગી રોશની થી આખા ઢાળ વિસ્તાર ઝળહળી ઊઠે છે અને આ નજારો નિહાળવા તેમજ દર્શન સાથે રાકેશ બારોટના રમઝટ ભર્યા પ્રોગ્રામ ને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પૂજા અર્ચના બાદ રાત્રિના સમયે માતાજીના ગરબા તેમજ ગુજરાતી કલાકારો ભવ્ય બનાવેલા સ્ટેજ ઉપર લોકપ્રિય કલાકાર રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તેમજ મહેમાન કલાકાર હંસાબેન ભરવાડ જેવો એ ગુજરાતી ગીતો, લોક ડાયરા, જેવા ભવ્ય કાર્યક્રમ થી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા..માતાજીના આ ધર્મ કાર્ય ની સાથે સાથે દૂરથી દૂરથી નાના-મોટા ધંધા કરનારા પથારા પાથરીને પોતાની રોજી પણ રડી લે છે

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat