hk24news December 7, 2019

પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે તા.૭/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી (કેબિનેટ કક્ષા) શ્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને રૂ.૬૨.૫૨ કરોડની હાલોલ શહેર ભૂગર્ભ ગટર યોજનાનો ખાતમુહૂર્ત સમારોહ યોજાશે. કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર સમારોહના મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે, અને હાલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી સુભાષભાઈ પરમાર અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહેશે. ખાતમૂહુર્તનું સ્થળ હાલોલમાં રાવજી રેસિડેન્સી પાસે આવેલ નગરપાલિકા સંપ ખાતે જ્યારે સભાસ્થળ કંજરી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યામંદિર પાસે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ૧૦૦.૩૦ કિલોમીટરની પાઈપલાઈન નાંખી હાલોલ નગરના ૧૭,૦૦૦ ઘરોને ગટર જોડાણ આપવાનું આયોજન છે.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat