hk24news December 6, 2019

વડોદરા જીલ્લા ગ્રામ્ય હોમગાર્ડઝ ઘ્વારા ફેમિલી હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ ,ગુજરાત હોમગાર્ડઝ સ્થાપના દિવસ 6 ડિસેમ્બર ના અનુક્રમે જીલ્લા કમાન્ડન્ટ શ્રી ગૌરાંગ ભાઇ સી જોષી સાહેબ ના માગૅદશૅન હેઠળ પાદરા તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દીપ પ્રગટાવી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.
તેમા ઉપસ્થિત આરોગ્ય વિભાગ ના વડોદરા જીલ્લા પંચાયત ના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડૉ.ઉદય ભાઇ તિલાવત સાહેબ તેમજ પાદરા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. સિંગ સાહેબ તેમજ વડોદરા જીલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે થી જીલ્લા કમાન્ડન્ટ શ્રી ગૌરાંગભાઇ સી જોષી સાહેબ તેમજ સેકન્ડ ઈન કમાન્ડ શ્રી પ્રકાશભાઈ આર પટેલ સાહેબ તેમજ સ્ટાફ ઓફિસર લીગલ શ્રી જીગરભાઈ પંડ્યા સાહેબ તેમજ હેડ કલાર્ક શ્રી બળદેવ ભાઇ સી પટેલ સાહેબ તેમજ આર્મરર શ્રી જહાંગીર સિહ સાહેબ તેમજ પાદરા ઓ.સી મોરી સાહેબ,વડું ઓ.સી ડી.એમ જાદવ સાહેબ, મોભા ઓફિસર ઈન્ચાર્જ મનોજ ભાઈ વી પ્રજાપતિ સાહેબ તેમજ પાદરા, મોભા,વડું હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતા.
તેમા આરોગ્ય વિભાગ ના મુખ્ય અધિકારી શ્રી ઉદયભાઇ તિલાવત સાહેબે જનતા ની સેવાની સાથે સાથે પોતાના પરિવાર નું અને પોતાના આરોગ્ય ની સલામતી રાખવા બાબતે સુંદર માહિતી આપી તેમજ વડોદરા ગ્રામ્ય જીલ્લા કમાન્ડન્ટ શ્રી ગૌરાંગ ભાઇ જોષી સાહેબે વડોદરા ગ્રામ્ય ના તમામ હોમગાર્ડઝ યુનિટ મા કુલ 1017 હોમગાર્ડ સભ્યો ના પરિવાર ની પણ આરોગ્યની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી તેમના માટે ગુજરાત સરકાર શ્રી ઘ્વારા માં અમૃત કાડૅ તેમજ મા વાત્સલ્ય કાડૅ તમામ હોમગાર્ડઝ ને મળે અને ફ્રી માં સારવાર થાય તેવું આયોજન કરેલ છે.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat