hk24news November 17, 2019

ગાંધી સ્મૃતિના દોઢસો વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં જ્યારે આ યાત્રા નીકળી રહી છે ત્યારે મહેમદાવાદ તાલુકાના મોદજ ગામ થી પગપાળા ” ગાંધી સંકલ્પ યાત્રા” જેમાં મોટી જનમેદની સાથે ધારાસભ્ય શ્રી અર્જુન સિંહ ચૌહાણ, ભાજપ યુવા મોરચા કોષાધ્યક્ષ અંકિત મુખી, વિપુલભાઈ મિસ્ત્રી, ખેડા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અજીતભાઈ ડાભી, ખેડા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નટવરસિંહ, ખેડા જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી ધવલ પટેલ, હાલમાં વરણી થયેલ એવા મહેમદાવાદ શહેર પ્રમુખ શ્રી નિલેષભાઈ પટેલ તેમજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના ( સંયોજક) શ્રી વિનોદ કુમાર ચૌહાણ.. ( મોદજ) અને ( સહ સંયોજક).. શ્રી શૈલેષભાઈ ચૌહાણ ( ખાત્રજ) સાથે મોટી સંખ્યામાં જનમેદની જોડાઈને ઉત્સાહભેર… સૂત્રોચ્ચાર.. જેવાકે,, ” જો પ્લાસ્ટિક પોષણ બને તો પર્યાવરણનું થાય શોષણ… “… ” દેશે કર્યો હુંકાર… પ્લાસ્ટિક કચરા નો થાય બહિષ્કાર.. !!!. ” પ્લાસ્ટિક ને તિલાંજલિ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ.. ” આવા અનેકો સૂત્રોચાર સાથે આ ગાંધી સંકલ્પ યાત્રા મોદજ થી દાજીપુરા, સોજાલી, ઘોડાલી, જેવા અનેક ગામોમાં થઈને નીકળે ત્યારે ક્ષત્રિય સેનાના મહેમદાવાદ તાલુકાના પ્રમુખ એવા શ્રી અજીતસિંહ ડાભી જેવા અનેક લોકોએ સહકાર આપ્યો અને આ ગાંધી સંકલ્પ યાત્રા મહેમદાવાદ શહેરના બજારોમાં થઈને સૂત્રોચ્ચાર કરતા કરતા પગપાળા મહેમદાવાદ માં આવેલ પવિત્ર વાત્રક નદીના કિનારે આવી ત્યારે મહેમદાવાદ ભાજપ શહેરના હોદ્દેદારો, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખશ્રી મનિષાબેન પાંડવ, ઉપપ્રમુખ તેમજ નગરપાલિકા સભ્યો તેમજ નગરજનોએ તેમનું ફુલહારથી સ્વાગત તેમજ બહુમાન કર્યું..અંતમા આ ગાંધી સંકલ્પ યાત્રા મહેમદાવાદ શહેરમાં આવેલ શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ માં અંતિમ પડાવ લીધો ત્યારે સોનાવાલા હાઈસ્કૂલ ના ચેરમેન શ્રી માર્શલ ભાઈ, શહેર મહામંત્રી શ્રી પરાગભાઈ શેઠ, નગરપાલિકા પ્રમુખશ્રી મનિષાબેન પાંડવ, ઉપપ્રમુખશ્રી જે કે શાહ, સોનાવાલા ના સ્ટાફ ગણ, તેમજ શ્રી કમલેશભાઈ પાંડવ સૌએ આ સંકલ્પ યાત્રા ને વધાવી તેમજ સ્વાગત કર્યું હતું..
અંતમાં ધારાસભ્યશ્રી અર્જુન સિંહ ચૌહાણ જેવો એ આ સંકલ્પ યાત્રા ના સંદર્ભમાં સુંદર વક્તવ્ય આપી આ ગાંધી સંકલ્પ યાત્રા પૂર્ણ કરી હતી…અંતમાં સોનાવાલા હાઈસ્કૂલ માં ભોજન લઈ સૌ પદયાત્રીઓ છુટા પડયા હતા

રિપોર્ટર..વીરાંગ મહેતા મહેમદાવાદ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat