hk24news November 17, 2019

નર્મદા નદીમાં નાહવા પડેલા સુરતના જોશી પરિવારના ત્રણ દીકરા ડુબી જતા કરુણાંતિકા
બે ભાઈઓનો પરિવાર નારાયણબલિ માટે પોઇચા આવ્યો હતો.
સ્થાનિક તરવૈયા, રાજપીપળા પાલિકાની રેસ્ક્યુ ટીમ કામે લાગી
નાંદોદ તાલુકાના પોઇચા ખાતે નારાયણ બલી કરાવવા ગયેલા સુરતના જોષી પરિવારના ત્રણ કુળદીપકો નદીમાં ઉંડા પાણીમાં ડુબી જતાં સ્થાનિક તરવૈયા અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. નાંદોદ તાલુકાના પોઇચા ખાતે નારાયણબલી કરવા ગયેલા સુરતના જોશી પરિવારના ત્રણ ભૂદેવો નર્મદા નદીમાં સ્નાનકરવા જતા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. નર્મદા નદીમાં ડુબવા જતાં ત્રણેય યુવાનો ની સ્થાનિક તરવૈયા અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.
ચાણોદ પોઇચા ખાતે નર્મદામાં સુરતના ત્રણ યુવાનો ડૂબી જતા કરૂણાંતિકા સર્જાઈ હતી. જેમાં સુરત અડાજણના રહેવાસી બે સગા ભાઈ સુરેશભાઈ પુરુષોત્તમભાઈ જોશી અને દીપકભાઈ પુરુષોત્તમભાઈ જોશી તેમના પરિવાર સાથે નર્મદા નદી પોઇચા કિનારે ત્રિવેણી સંગમ ખાતે નારાયણ બલિની વિધિ કરાવવા માટે પોતાના પરિવાર સાથે આવ્યા હતા. બ્રાહ્મણ દ્વારા નારાયણબલિની વિધિ કરાવ્યા પિંડદાન માટે નદીમાં ત્રિવેણી સંગમ ખાતે સહ પરિવાર ગયા હતા. જ્યાં ધાર્મિક વિધિ પત્યા બાદ ભાઈઓના 3 છોકરાઓ પરિવાર સાથે નાહવા પડ્યા હતા, ત્યારે અચાનક 1 છોકરો ડૂબી જતો હતો. તેને બચાવવા માટે બીજા પણ છોકરાઓ ગયા હતા તેઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પિતાની આંખો સામે એક જ પરિવારના ત્રણ યુવાનો નર્મદા નદીમાં ડૂબી ગયા હતા.
આ બનાવમાં નિમેષભાઈ દિપકભાઈ જોષી ( ઉ.વ. 28) રહે અડાજણ સરિતા દર્શન એપાર્ટમેન્ટ, વૈભવભાઇ દિપકભાઈ જોષી (ઉં.વ. 25), રવિભાઈ સુરેશભાઈ જોષી (ઉં. વ. 21) એલ પી અવની રાજ કોર્નર ખાતે રહેતા હતા. ત્રણે ડૂબી જતા તેમના મોત નિપજતા કરુણાંતિકા સર્જાઇ હતી, આખો પરિવાર અહીં આવ્યો હતો આ ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ડૂબી લાપતા થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ તો સ્થાનિક તરવૈયા અને સ્થાનિક અને નગરપાલિકાની ટીમ આ ત્રણેય યુવાનો ની શોધ કરી રહી છે. રાજપીપળા ટાઉન પી.એસ.આઇ રાઠવા અને તેમની ટીમ ઘટનાની જાણ થતા જ ત્યાં પહોંચી ગઈ હતી જોકે મોડી રાત સુધી ડૂબી ગયેલા ત્રણ યુવાનોની શોધખોળ ચાલતી હતી.
નર્મદા જિલ્લાના પોઈચા નદી કિનારે ધાર્મિક વિધિ કરવા અન્ય રાજ્યોમાં લોકો આવતા જ હોય છે. શનિવારે સુરતનું બ્રાહ્મણ પરિવાર ધાર્મિક વિધિ માટે આવ્યા હતા એ પરિવાર પૈકી ત્રણ યુવાનો પોઇચા નદીમાં ડૂબી ગયા હતા. સુરત અડાજણ ના રહેવાસી સુરેશભાઈ જોશી તેમના પરિવાર સાથે નર્મદા નદી પોઇચા ત્રિવેણી સંગમ ખાતે નારાયણ બલિની વિધિ કરાવવા માટે પોતાના પરિવાર સાથે આવ્યા હતા બ્રાહ્મણ દ્વારા નારાયણ બલિની વિધિ કરાવી ને જ્યારે પિંડદાન માટે નર્મદા નદી ત્રિવેણી સંગમ ખાતે સહ પરિવાર સુરેશભાઈ અને તેમના ભાઈ દિપકભાઈ જોષી નું પરિવાર માટે તેમના ત્રણ છોકરા સાથે નહાવા ગયા હતા.
દરમિયાન અચાનક એક છોકરો ડૂબવા લાગ્યો તો એને બચાવવા બીજા છોકરા પણ ગયા તો એ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા પોતાની આંખ સામે પોતાના બે દીકરા અને ભત્રીજા ને ડૂબતા જોઈએ મને બચાવી બચાવો-બચાવોની બૂમો પાડતા સ્થાનિક તરવૈયાઓ નદીમાં ઉતર્યા હતા ઘણી શોધખોળ છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.

રિપોર્ટ : ભરતભાઈ ઠાકોર

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat