hk24news November 15, 2019

તા.૧૪/૧૧/૨૦૧૯
ગુરુવાર
સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂન કરી ખૂનના ગુનાને છૂપાવવા માટે લાશ કાડાણા વિસ્તારમાં નાખી ફરાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાંન્ચ.
ગઇ તારીખ ૧૧/૧૧/૨૦૧૯ ના રોજ કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાદણીયા ગામ નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવેલ. જે લાશ ઓળખાયેલ નહીં જેથી કડાણા પો.સ્ટે. અકસ્માત મોત નંબર ૦૮/૨૦૧૯ થી નોધી આગળની તપાસ હાથ ધરતા લાશના ફોટો સોશીયલ મીડીયામાં વહેતા કરવામાં આવેલ. જેમાં જાણવા મળેલ કે લાશ નારશીંગભાઇ રૂપાભાઇ ડામોર રહે- પાદેડી અડોર નો હોવાની જાણવા મળેલ. બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો. જેમાં મરણજનાર યુવાન ખેતી – મજૂરી કરી જીવન ગુજારતો હતો જેનુ પી.એમ. કડાણા સી.એચ.સી ખાતે કરાવતા પી.એમ. રિપોર્ટમાં જાણવા મળેલ કે ગળુ દબાવી શ્વાસ રૂધાવાથી તેમજ માથાના પાછળના ભાગે કોઇ બોથડ હથિયારના ઘા મારી મોત નીપજાવી ગુનો કરેલ. જે અંગે કડાણા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં ૧૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૨,૨૦૧,૧૧૪ મુજબનો ગુનો નોંધાયેલ. સદર અતિ ગંભીર અને ચર્ચાસ્પદ અન-ડીટેક્ટ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પંચમહાલ-ગોધરા રેન્જ વડા શ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા પોલીસ અધિક્ષક મહીસાગર- લુણાવાડા સુ.શ્રી ઉષા રાડા સાહેબ નાઓએ બનેલ ગુના બાબતે આરોપીને ત્વરીત શોધી કાઢવા માટે માર્ગદર્શન અને સૂચના કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.વી.પટેલ, પ્રોબેશન નાયબ પોલીસ અધીક્ષક એ. એમ. ભગોરા સાહેબનાઓએ એલ.સી.બી. I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.માલવીયા તથા કડાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. સી. પરમાર તથા સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી.પટેલ તથા એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ દિશામાં જૂદા-જૂદા મુદ્દા ઉપર ચોક્કસ દિશામાં તપાસ કરવા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એલ.સી.બી. – એસ.ઓ.જી. શાખાના તેમજ કડાણા – સંતરામપુર પો.સ્ટેના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ટીમ વર્ક આઉટ કરવામાં આવેલ. જે અનુસંધાને મરણજનાર નારશીંગભાઇ રૂપાભાઇ ડામોર અંગે તેના ઘરની આજુ-બાજુ રહેતા રહીશોની સઘન પૂછપરછ કરેલ જેમાં મરણ જનાર બાબતે આજુબાજુના રહીશો તથા શકમંદ વ્યક્તિઓની પૂછપરછ કરેલ જેમાં મરણ જનારની પત્નિ કમળાબેન નારશીંગભાઇ ડામોર નાઓ મરણજનારના કાકા રમેશભાઇ માનજીભાઇ ડામોર સાથે આડા સબંધોની હકિકત મરનાર જાણતો હોય જેના કારણે અવાર-નવાર મરનાર નારશીંગભાઇ નાઓ નશો કરી આવી પોતાના કાકાને તેની પત્નિ કમળા સાથે આડા સબંધના કારણે બોલાચાલી ઝગડો તકરાર કરતો જેવી હકિકત જણાઇ આવેલી અને તેના ઘરના સભ્યોની ઝીણવટ પૂર્વક પૂછપરછ કરી તપાસ કરેલ જેમાં મરનારની પત્નિ કમળાને એક માસ પૂર્વે તેના કાકા રમેશભાઇ માનજીભાઇ ડામોર સાથે રંગ-રેલીયા મનાવતા તેનો પતિ નારશીંગભાઇ જોઇ ગયેલો ત્યારે રમેશભાઇને નારશીંગે આડા સબંધ નહીં રાખવા જણાવેલુ ત્યારે રમેશભાઇએ ઉશ્કેરાઇને નારશીંગભાઇને ધમકી આપેલ કે તને તો હુ જોઇ લઇશ અને જીવતો નઇ છોડુ. આ અદાવતની રીષ રાખી રમેશભાઇ માનજીભાઇ ડામોર નાએ તા.૧૦/૧૧/૨૦૧૯ ના તેના ઘરથી થોડે દૂર પગદંડીના રસ્તા ઉપર રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પ્રથમ નારશીંગભાઇ રૂપાભાઇ ડામોર ને ગળુ દબાવી મોત નીપજાવેલ ત્યારબાદ માથાના પાછળના ભાગમાં કુહાડીના ઘા મારી ખૂન કરેલ અને આ ખૂનને છુપાવવા માટે તેણે તેના ૧૬ વર્ષના ભત્રીજાને બોલાવી ધમકાવી ધમકી આપી ગુનાવાળી જગ્યાએથી આશરે ૨૫ કિમી. દૂર કડાણા તાલુકાના સાદણીયા મઠ ગામની સીમમાં લુણાવાડા – દિવડા રોડ ઉપર લાશને GJ 17 M 6918 નંબરની મોટરસાઇકલ લઇને નાખી જઇ પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત કરતા હોય અને આ હકિકત બહાર ના આવે તે આશ્રયથી લાશ કડાણા વિસ્તારમાં નાખી ગુનો કરેલાની કબૂલાત કરતા આરોપી રમેશભાઇ માનજીભાઇ ડામોરને તા.૧૪/૧૧/૨૦૧૯ ના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
આમ ઉપરોક્ત હત્યાના ચકચારી ગુનાનો ગણતરીના કલાકોમાં મહીસાગર પોલીસ દ્વારા ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

રિપોર્ટર..પ્રવિણ પટેલણિયા મહીસાગર

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat