hk24news November 14, 2019

મહેમદાવાદ શહેરમાં આવેલ ન્યાલકરણ સ્કુલ ખાતે જવાહરલાલ નહેરુ ની જન્મ જયંતી નિમિત્તે ન્યાલકરણ ઇંગ્લીશ મીડીયમ તેમજ મધરકેર ગુજરાતી મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ચિલ્ડ્રન ડે નિમિત્તે વેશભૂષા તેમજ જવાલાલ નેહરૂ ઉપર સુંદર સ્પીચ આપી હતી.યાર કરણ સ્કૂલ જેમાં સીસીટીવી કેમેરા, સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ, ઓડિયો તેમજ વીડિયો દ્વારા શિક્ષણ, સ્કૂલ એપ્લિકેશન દ્વારા વાલીને સંપૂર્ણ જાણકારી, સમયાંતરે વાલી મીટીંગ, કેન્ટીનની વ્યવસ્થા( શુદ્ધ સાત્વિક ભોજન), આધુનિક કમ્પ્યુટર લેબ,રમત-ગમતના પુરતા સાધનો, બે મોટા રમતના મેદાન તેમજ સમયાંતરે ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન જેવી સુંદર વ્યવસ્થા nyalkaran school વ્યવસ્થાપક શ્રી ધર્મેશભાઈ જોશી દ્વારા એક અલગ જ પ્રતિષ્ઠા, એટલે કે નામના ઊભી કરી સ્કૂલ સંકુલ ને પોતાનું લોહી રેડી આજે નામાંકિત સ્કૂલોમાં નામના મેળવેલ છે જેની ચર્ચા વિદ્યાર્થીઓના વાલી મંડળ માં આજે ચર્ચાનો વિષય બની હતી.ભારત દેશના ઘડવૈયા માં જેનું એક અનેરું નામ છે એવા જવાલાલ નેહરૂ ની જન્મ જયંતી નિમિત્તે nyalkaran ઇંગ્લીશ મીડીયમ તેમજ મધરકેર ગુજરાતી મીડીયમ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્કૂલના સંકુલના મેદાનમાં એકત્રિત થયા હતા.મહેમદાવાદ કોર્ટના જજ સાહેબ શ્રી પટેલ સાહેબ, બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી તુષાર મહેતા તેમજ વકીલાતની અંદર નામના મેળવી લેવા ડાભી સાહેબ જેઓનું ફૂલહારથી સ્કૂલના પ્રિન્સિપાલ, મેનેજીંગ ટ્રસ્ટી એટલે કે વ્યવસ્થાપક એવા શ્રી ધર્મેશભાઈ જોશી તેમજ સમગ્ર સ્ટાફ ના કર્મચારી ગણે આભારવિધિ કરી હતી..જવાહરલાલ નેહરુ જેઓને ચાચા નું પણ ઉપનામ મળ્યું હતુ કેમ કે તેઓને બાળકો ખૂબ જ પ્રિય હતા અને હંમેશા તેઓ ગુલાબનું ફૂલ પોતાના પહેરવેશ એટલે કે કોર્ટ ઉપર લગાવતા હતા તેવા જવાલાલ નેહરૂ ના જીવન ચરિત્ર ઉપર સ્કૂલ નાના નાના વિદ્યાર્થીઓએ પોતે પણ નહેરુ નો વેશ ધારણ કરીને, ગુલાબનું ફૂલ લગાવીને એક આગવી છટામાં સુંદર સ્પીચ રૂપે વક્તવ્ય આપ્યું હતું જેને તાલીઓના ગડગડાટથી મંચ ઉપર બિરાજમાન સર્વે મહેમાનોએ બિરદાવ્યું હતું.તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અનેક કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન કરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાયદાની જોગવાઈ તેમજ ક્રાઇમ વિશેની જાણકારી આપવાની કામગીરી, તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃતમાં કાયદાની જોગવાઈ ની કલમ વિશે મેમદાવાદ કોર્ટ ના જજ ડી પટેલ સાહેબ દ્વારા તેમજ મહેમદાવાદ કોર્ટના વકીલો ની મદદથી તાલુકાના અનેક ગામોમાં શિબિરનું આયોજન કરવામાં આવે છે તો આજે પણ ન્યાલકરણ સ્કુલ ખાતે નાના મોટા સૌ વિદ્યાર્થીઓને પટેલ સાહેબ તેમજ વકીલ શ્રી ડાભી સાહેબ દ્વારા સુંદર તેમ જ સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી.અંતમાં આ કાર્યક્રમમાં સ્થાન આપવા બદલ કોર્ટના જજ સાહેબ શ્રી પટેલ સાહેબ, બાર એસોસીએશનના પ્રમુખ તુષાર મહેતા, એડવોકેટ ડાભી સાહેબ, સર્વે સ્કૂલના વ્યવસ્થાપક એવા શ્રી ધર્મેશભાઈ જોશી તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ તેમાં સર્વે સ્ટાફ ગણ જેમણે આ સુંદર કાર્યક્રમ ને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું તે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો..આ કાર્યક્રમમાં ઇંગ્લીશ મીડીયમ ધોરણ પાંચ ની વિદ્યાર્થીની ગડવી વૈદેહી તેમજ કુર્મી પૂજા તેમજ મધરકેર ગુજરાતી મીડિયમ ની વિદ્યાર્થીની અદિતિ પટેલ ધોરણ સાત ની વિદ્યાર્થીની જેવો એ જજ સાહેબ શ્રી પટેલ સાહેબ તેમજ વકીલાતમાં નામના મેળવેલ એવા ડાભી સાહેબ ને બાળકો ઉપર થતાં અત્યાચાર, બાળમજૂરી, તેમજ એક અસ્થિર મગજ(ગાડા ) દ્વારા જો કોઈ વ્યક્તિ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવે તો અથવા તો મારી નાખવામાં આવે તો તેઓની ઉપર કઈ કલમ લાગે અને તેમને કંઈ પ્રકારની સજા થાય….??? !!! આવા અનેક સવાલો કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેથી કરીને ન્યાલકરણ સ્કુલ ના આવા ભણતર તેમજ ઘડતરને મંચ પર બિરાજમાન સૌ મહેમાનો તેમજ સમગ્ર વિદ્યાર્થીઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.અંતમાં આ કાર્યક્રમમાં સ્થાન આપવા બદલ કોર્ટના જજ સાહેબ શ્રી પટેલ સાહેબ, બાર એસોસીએશનના પ્રમુખ તુષાર મહેતા, એડવોકેટ ડાભી સાહેબ, સર્વે સ્કૂલના વ્યવસ્થાપક એવા શ્રી ધર્મેશભાઈ જોશી તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ તેમાં સર્વે સ્ટાફ ગણ જેમણે આ સુંદર કાર્યક્રમ ને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું તે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો…

રિપોર્ટર વીરાંગ મહેતા મહેમદાવાદ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat