hk24news November 13, 2019

ઉપલેટા શહેરના સમસ્ત સિંધી સમાજના ઝુલેલાલ હોલ ખાતે સિંધી સમાજના ધર્મગુરૂ ગુરૂનાનકની ૫૫૦મી જન્મ જયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજના લોકો દ્વારા દેવઉઠી અગિયારસ થી પૂનમ સુધી દરરોજ વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. ગુરૂનાનકના ૫૫૦મી જયંતીના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી સત્સંગ હોય છે. સાડા પાંચ વાગ્યે ઝુલેલાલ હોલ થી શહેરના વિવિધ માર્ગો પર થઈને ઝુલુસ નીકળે છે રાત્રે સમસ્ત સિંધી સમાજ સાથે સમુહપ્રસાદ લેછે. રસ્તાના રૂટમાં વચ્ચે આવતા ગુરૂનાનક ફ્રૂટ ભંડારવાળા સેવાભાવી નાનુભાઈ તરફથી દર વર્ષે ગુરૂનાનક જયંતિ તથા ચેટીચાંદ નિમિત્તે સમસ્ત સિંધી સમાજના ઝુલુસને આઈસ્ક્રીમ અથવા દૂધ કોલડ્રિન્કસ આપવામાં આવે છે.

રિપોર્ટર ભાવેશ ભાઈ ગોહેલ ઉપલેટા

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat