hk24news November 13, 2019

મેમદાવાદ માં આવેલ વાત્રક નદીના કિનારે આવેલ ગંગનાથ મહાદેવ જેમાં સ્વયંભૂ શિવલિંગ છે જે પૌરાણિક તેમજ લોકચર્ચા મુજબ લગભગ ૪૦૦ થી ૫૦૦ વર્ષ જૂનું ગંગનાથ મહાદેવ છે જેમાં રાજા રણછોડરાયનું મંદિર

જેમાં આજે પવિત્ર દેવદિવાળીના દિવસે મીઠાઈ, ફરસાણ, સુકો મેવો, ફળફળાદી તેમજ રાજભોગ જેવા છપ્પનભોગ નો અન્નકુટ સરસ રીતે રણછોડજીના મંદિરમાં મહારાજ શ્રી જીતુનાથજી જે ગંગનાથ મહાદેવના પુજારી તેમજ તેમના પત્ની ગોરાણી શ્રી અરુણાબેન તેમજ તેમના પરિવાર ના નાના ભુલકાઓ સૌ ભેગા મળી સુંદર સજાવટ કરી ને મનમોહક તેમજ સુંદર અહલાદક હોય મહેમદાવાદના અનેક ભકતોએ દર્શનનો લાભ લીધો તેમજ આરતી થાળ અને ભજન કીર્તન કરી સમગ્ર મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું
આમ રાજા રણછોડજી ના મંદિરમાં દર્શનનો લાભ ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો

બ્યુરો ચીફ રિપોર્ટર વિરાંગ મહેતા મહેમદાવાદ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat