hk24news November 12, 2019

હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ નારાયણધામ તાજપુરા ખાતે આજે દેવદિવાળી ના દિવસે પૂજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુના એક લાખ જેટલા ભક્તો ઉમટી પડ્યા હતા પૂજ્ય બાપુના ભક્તોએ અન્નકુટ દર્શન સાથે તેમના ચરણમાં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા

 કારતક સુદ પૂનમ દેવદિવાળી પર્વને લઈ આજે નારાયણ ધામ તાજપુરા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા મંદિર પરિષદ થી બે કિલોમીટર સુધી ગાડીઓ પાર્કિંગ ભક્તોની ભીડ જોવા મળી હતી

હાલોલ બાસ્કા વાસેતી થઈ તાજપુરા ના રોડ ઉપર ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ભક્તો ની સુરક્ષા અને સલામતી ને લઈ પોલીસ કર્મી ખડેપગે ફરજ બજાવી હતી જવા માટે વન વે રાખી પરત ગોપીપુરા તરફથી દ્રાઈવત કરવામાં આવ્યો હતો.
ભક્તો ને જવા આવવા માટે એસ.ટી.નિગમ ઘ્વારા અવિરત એસ.ટી.બસ દોડાવવા મા આવી હતી.

આજે દેવદિવાળી મોટી પૂનમ ને લઈ તાજપુરા ખાતે મંદિર માં અન્નકુટ ના દર્શન સવારે સાત વાગે ખુલ્લા મુક્તા પૂજ્ય નારાયણ બાપુના જયઘોષ થી મંદિર પરિષદ ગુંજી ઉથયું હતું.

પૂજ્ય નારાયણ બાપુના ભક્તો તાજપુરા મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ઉમટી પડી મોડી સાંજ સુધી ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો.

અન્નકુટ દર્શન ,ભજન કીર્તન બાદ ભક્તો ને મંદિર ટ્રસ્ટ આરોગ્ય ધામ અન્નપૂર્ણ ટ્રસ્ટ ઘ્વારા મહાપ્રસાદી (ભંડારો) પીરસવામાં આવી હતી. જેમાં હજારો ભક્તો એ લાભ લીધો હતો

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat