hk24news November 1, 2019

માળીયા હાટીના તાલુકામાં ગઈકાલે બપોરના 4:00 મીની વાવાઝોડું તોફાની પવન અને અનરાધાર
કમોસમી વરસાદ પડતાં સમગ્ર માળીયાહાટીના તાલુકો વેરણ થઈ ગયો છે તાલુકાના બધા ગામડા ના ખેતરો માં મોટાપાયે ધોવાણ થઈ ગયું છે મગફળી કપાસ અને મૂંગા પશુઓ માટેનું ચારા નું મોટા
પાયે ધોવાણ થઈ ગયું છે તમામ ગામડાઓમાં પશુપાલકો પાયમાલ થઈ ગયા છે
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી જયદેવસિંહ પરમાર ની આગેવાની નીચે આજે બપોરના 1:00 મામલતદાર કચેરી ૨૦૦ જેટલા ખેડૂતો નું
ટોળું રજૂઆત કરવા ગયું હતું જયદેવસિંહ પરમારે મામલતદાર શ્રી કોઠારીને જણાવેલ કે માળિયામાં બસ સ્ટેશનની બાજુમાં માઈક્રો કોમ્પ્યુટર નામની દુકાનમાં. ખેડૂતો ને વળતર મળે તે માટેના અરજીપત્રકો સ્વીકારવામાં આવે છે આ જગ્યાએ આજે વીમા કંપનીના ના કોઈ અધિકારી ન હતા ને તો માઈક્રો કોમ્પ્યુટર
ને અરજી સ્વીકારવાનો કરવાનો કોણે આપ્યો છે તપાસ કરવા માગણી કરી છે
જ્યારે બીજી તરફ આજે બપોરના 2:00 વાગે માળીયા હાટીના તાલુકા
ભાજપ માળિયા તાલુકા કિસાન સંઘ માળિયા તાલુકા પંચાયત ના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને તાત્કાલિક સફળતા મેળવવા માટે બપોરના 2:00
વાગે મામલતદાર કોઠારી
ને આવેદન પત્રો આપી જવાનું છે કે માળીયાહાટીના ગામડાઓમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઇ ગયા છે તો તાત્કાલિક સર્વે કરી ખેડુતોને પાક વિમો
તેમજ નુકસાનીનું વળતર તાત્કાલિક ચુકવવા માગણી કરી હતી
આમ ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને નુકશાનીનું વળતર પૂરેપૂરું તાત્કાલિક મળે તે માટે ભાજપે અને કોંગ્રેસે અલગ-અલગ વખત રજૂઆત કરાઇ હતી

રિપોર્ટર મહેશ કાનાબાર

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat