hk24news October 27, 2019

આજે તારીખ ૨૮/૧૦/૨૦૧૯ દિવાળી ના પર્વ નિમિતે ખેડા તથા મહેમદાવાદ ની આસપાસ વિસ્તારના ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોમાં પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમાજ મ છેવાડાના લોકો સુધી ખુશી અને સ્મિત ની લહેર ફેલાવાનો એક નાનકડો પ્રયાસ પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો. અંદાજે ૯૦૦ જોડ જેટલા કપડાંનું વિતરણ સફળ રીતે કરાયું જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનાર તમામ મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન તથા ખેડા ટાઉન પી.એસ.આઈ. દ્વારા પ્રોત્સાહન અને સહકાર આપવા બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર તથા સમાજ લક્ષી કોઈ પણ કાર્યમાં મદદ રૂપ થવા પરિવર્તન ફાન્ડેશન આવાહન કરે છે.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat