hk24news October 20, 2019

છોટાઉદેપુર જિલ્લા મથકે ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર વિક્રમ પટેલે ઓફીસમાં પંખે લટકી આત્મહત્યા કરી સ્વ હસ્તાક્ષરે લખેલ સુસાઈટ નોટમાં કાર્યપાલક ઈજનેર તાહીલીયાણી તેમજ બોડેલીના નાયબ કાર્યપાલક ઈજનેર હેમાંગ.વી.શાહ ના માનસિક ત્રાસ નો ઉલ્લેખ થયેલ હોય પોલીસની તપાસ નો ધમધમાટ 

છોટાઉદેપુર માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ )મા ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર વિક્રમ પટેલ તેમની જ ઓફિસમા વહેલી સવારે પંખે લટકી આત્મહત્યા કરવાના સમાચાર વહેતા થતા સરકારી કર્મચારીઓમા ફફડાટ વ્યાપી ગયો હતો,જે અંગેની જાણ થતાં જિલ્લા કલેકટર સુજલમ્યાત્રા તેમજ પોલીસ વડા ભાભોર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી લાશને નીચે ઉતારી કાયદેસર કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પોલીસ તરફથી મરનારના કુટુંબીજનો ને જાણ કરતા કુટુંબીજનોએ જણાવ્યું હતું કે અમારા આવ્યા બાદ પી.એમ. કરવા જણાવ્યું હતું ત્યારબાદ કર્મચારીના કુટુંબીજનો ની હાજરીમાં પોલીસે તપાસ કરતા મરનાર ના પેન્ટના ખિસ્સાના પાકીટમાંથી પોલીસ વડાના જણાવ્યા મુજબ એક સ્વ હસ્તાક્ષરે લખેલી સુસાઇડ નોટ મળી હતી તેમાં કાર્યપાલક ઈજનેર તાહીલીયાણી તેમજ બોડેલીના નાયબ કાર્યપાલક હેમાંગ શાહ દ્વારા કામની બાબતે અડચણો ઉભી કરી માનસિક ત્રાસ આપવાનો ઉલ્લેખ કરેલ હોવાથી પોલીસે મરનાર વિક્રમ પટેલના ભાઈની ફરીયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે,

રિપોર્ટર ઈરફાન મકરાણી કદવાલ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat