hk24news October 20, 2019

છોટાઉદેપુરના હાલના ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા દ્વારા કદવાલ ગામે કસ્બા ફળિયાની મસ્જિદ પાછળથી 500 મીટર આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ કદવાલ ગામ માં જવા માટેનો મુખ્ય રસ્તો છે જે રસ્તો કદવાલ ગામ માં રહી નાના અમાદરા, મોટા અમાદરા, ઓલીયા કલમ જેવા અનેક ગામોમાં જવા માટે મુખ્ય રસ્તો છે આ રસ્તો ઘણા વર્ષોથી ખાડા ખાબોચિયા અને જર્જરિત હાલતમાં હતો જેથી ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા ૩૨ લાખ રૂપિયા ફાળવી આ રસ્તાને 500 મીટર આરસીસી રસ્તા માટે આપી રસ્તા નું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી ના સુપુત્ર શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ ખાતમુરત કરી રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નવલસિંહ રાઠવા તથા તુલસી સેવા ટ્રસ્ટના પ્રમુખ તથા ધારાસભ્યશ્રી ના સુપુત્ર શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા તથા કદવાલ ગામ પંચાયતના સરપંચ શ્રી રમણભાઈ બારીયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી નરેશભાઈ બારીયા કદવાલ તથા પાણી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સોમાભાઇ બારીયા કદવાલ ગ્રામ પંચાયતના સભ્યશ્રી સોકત ભાઈ મકરાણી તથા કદવાલ નગરશેઠ શ્રી લક્ષ્મણ ભાઈ બારીયા તથા કદવાલ ગામ ના આગેવાનો અને યુવાનો ખાસ કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ રાજેન્દ્રસિંહ રાઠવા તેમનું વક્તવ્ય આપી કાર્યક્રમને પૂરો કરવામાં આવ્યો.

રિપોર્ટર..ઈરફાન મકરાણી કદવાલ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat