hk24news August 30, 2019

વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ મુકામે પાવાગઢ થી માચી નો રોડ આવેલ છે જે હમણાં જ ટૂંકા સમયગાળા પહેલા જ નવો બનાવેલ છે.
વધુમાં પાવાગઢ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે, જેથી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હોય કે રાજ્ય સરકાર હોય જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ અર્થે અને આવતા દર્શનાર્થીઓની સુવિધા ના અર્થે ખર્ચે છે. પણ હાલની પાવાગઢ થી માચી ના રસ્તાની, નાળાઓની ,સાઇડની, રેલીંગોની નબળી તથા ભયજનક હાલત જોઈ ખરેખર દુઃખની અનુભૂતિ થાય છે.
જણાવવાનું કે પ્રથમ જ વરસાદ પડ્યો તેટલામાં જ પાવાગઢ થી માચી નો રોડ સદંતર ધોવાઈ ગયેલ છે. વધુમાં એકાદ જગ્યા પર તો કુવાથી પણ મોટા ભુવા પડી ગયેલ છે, સાથે ઘણા લાંબા અંતરનો રોડ પણ રેલિંગ સાથે તૂટી ગઈ પડી ગયેલ છે, વરસાદની સીઝન મધ્ય મા પહોંચી છે એટલામાં તો આખો રસ્તો ધોવાઈ ગયેલ છે, જ્યાં ત્યાં ડામરના અને સિમેન્ટ રેતીના થિંગડા લગાવવાનું શરૂ કરી દીધેલ છે. આ રોડ પર આવેલ નાળાઓ પર પણ મોટી તિરાડો પડી ગયેલ છે અને પોપડા ઉખડતા માત્ર થોડી જ જાડાઇ ની કોંક્રિટ ની કામગીરી કરેલ હોય તેમ દેખાય છે.
આ રોડની કામગીરી તદ્દન હલકી કક્ષાની તથા સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ની ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોય તેવું જણાઈ આવે છે. આ સંપૂર્ણ રોડની સ્થિતિ જોતા અમોને આ કામમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ થયેલ હોય તેવું લાગી રહ્યું છે.
પાવાગઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે દરરોજ આવે છે અને આ રોડ ની આવી પરિસ્થિતિ ? વધુમાં રોડ પણ કેટલીક જગ્યાએ દબાઇ ગયેલ છે જો આવા માં કઈ અનિચ્છનીય બનાવ બનશે તો જિમ્મેદારી કોણી ?

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat