hk24news August 28, 2019

હાલોલ માં ઉંર્ષ સૈયદના ફારૂકે આઝમ (ર.દી) ની યાદમાં એક ભવ્ય ઝુલુસ નીકળ્યું

હાલોલ નગરમાં આજરોજ સૈયદના ફારૂકે આઝમ દોયમ ખલીફા (ર.દી) ની યાદમાં એક ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.જેમાં નગરના તમામ મદ્રશાના નાના ભૂલકાઓ સહિત મુસ્લિમ આગેવાનો જોડાયા હતા. હઝરત મહંમદ પેયગમ્બર સાહેબના ચાર ખલીફા હતા.સૈયદના સીદીકે અકબર ,સૈયદના ફારૂકે આઝમ, સૈયદના ઉસમાને ગની,સૈયદના મૌલા અલી, સૈયદના ફારૂકે આઝમ (ર.દિ.) એ પહેલાં ખાનાએ કાબા માં પહેલી નમાઝ અદા કરી હતી અને ઇસ્લામ માં એમનું મહત્વ હુકુમત માં અદાલત કાયમ કરી હતી. ઇસ્લામ નો પરચમ લહેરાયો હતો અને જેઓએ ઇસ્લામ કબૂલ કરવાથી ઇસ્લામ મા ચાર ચાંદ લાગ્યા હતા. જેમને ઇન્સાફના પૈરવ કાયમ ગણાતા હતા.
હાલોલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ મોયુનુંદિન બાબાના માર્ગદર્શન હેઠળ આ ચાર ખલીફાની યાદમાં એક ભવ્ય ઝુલુસ કાઢવામાં આવે છે. જે કરબલા ચોક થી લઈ હાલોલના મુખ્ય માર્ગો પર ફરીને ફૈઝે અમીરે મિલલત ચોક ખાતે ઝુલુસ પહોંચ્યું હતું ત્યારબાદ સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી અને નિયાઝ તકસીમ કરી હતી

વીરાંગભાઇ અશોકભાઈ મહેતા

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat