hk24news August 28, 2019

હાલોલ નગરના પાવાગઢ રોડ સ્થિત મહંમદ સ્ટેટમાં પાણા પત્તાનો જુગાર રમતા હોવાની પાકી બાતમી હાલોલ શહેર પોલીસને મળતા બાતમી વાળી જગ્યા પર ગત મોડી સાંજે છાપો મારતા રૂપિયા ૫૫oo ની રોકડ રકમ સાથે 9 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ના પાવાગઢ રોડ ઉપર મહંમદ સ્ટ્રીટમાં રહેતા મજીદ આદમ પિંજરા ના મકાનમા પૈસાથી પાના પત્તાનો જુગાર રમતો હોવાની પાકી બાતમી હાલોલ શહેર પોલીસને મળતા પોલીસે બાતમી વાડી જગ્યા ઉપર છાપો મારતા મજીદ આદમ પીંજારા, ફારૂક યુસુફ બાગવાલા, મુસ્તુફા યુસુફ બાગવાલા, મહમદ રફીક મજીદ શેખ, સિદ્દીક મુસ્તુફા બાગ વાલા, શરીફ અબ્દુલ બાગવાલા ,સલીમ રસુલ નાથા, યાસીન યુસુફ બજાર વાળા, અનવર ખાન બાદશાહખાન પઠાણ ને ઝડપી પાડતા તેઓની અંગજડતી કરતા રૂ.3925 તેમજ દાવ ઉપર લગાવેલા રૂપિયા 1580 મળી કુલ રૂપિયા 5505 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat