hk24news August 28, 2019

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા નાં બાબરકોટ ગામે બાબરકોટ ગામ સમસ્ત કૃષ્ણ મહોત્સવની ધામધૂમ થી અને અનોખી ઉજવણી સમસ્ત બાબરકોટ ગામ લોકો દ્રારા કરવામા આવી હતી…..

બાબરકોટ ગામે દર વર્ષે સમસ્ત ગામ લોકો સાથે મળીને કૃષ્ણ ભગવાનનો જન્મ આઠમની રાત્રીએ થયાં બાદ નોમનાં દિવસ સવારે 9 વાગ્યાથી ઠાકર ભગવાનના મંદીરથી સરૂઆત કરીને કૃષ્ણ મંદીર સુધી ગામનાં તમામ શેરીઓમાં મટકી ફોડવામાં આવે છે અને સાંજના 5 વાગ્યે સુધી કૃષ્ણ મહોત્સવની ઉજવણી ધામધૂમથી રથ યાત્રા કાઢીને ઉજવણી કરવામા આવે છે…..

ઉજવણી દરમ્યાન ગામનાં તમામ યુવા મંડળો , મહિલા મંડળો તથા ગામનાં નાના બાળકો,યુવાનો,મહિલાઓ તથા આજુબાજુ ગામનાં લોકો આશરે 3,000 થી વધું બહોળી સંખ્યામાં લોકો જોડાઇ છે….

તેમજ બાબરકોટ ગામનાં યુવા સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ , ઉપસરપંચશ્રી પ્રવીણભાઈ બાંભણીયા ,સભ્યશ્રી જયતિભાઈ શિયાળ, તથા બાબરકોટ ગ્રામ પંચાયત નાં તમામ સભ્યશ્રીઓ તેમજ કૃષ્ણ પ્રેમી શ્રી છનાભાઈ લખમણભાઈ સાંખટ, તથા અમરેલી જિલ્લાના ભારતિય જનતા પાલ્ટી પ્રમુખ ચેતનભાઈ શિયાળ,તાલુકા કોળી સેનાના પ્રમુખશ્રી દિપકભાઈ જંડ઼ુરભાઈ ધુધળવા, કોળી સેનાનાં ઉપપ્રમુખશ્રી છગનભાઈ વેલાભાઈ સાંખટ, કોળી સેનાના તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતનાં સભ્ય હરેશભાઈ મકવાણા, 98 વિધાનસભાનાં પ્રમુખશ્રી રમેશભાઈ નનાભાઈ સાંખટ , ટીણાભાઈ બાંભણીયા , કોળી સમાજનાં આગેવાન શ્રી હાદાભાઈ સાંખટ તેમજ ખૂબ નાની ઉંમરે પ્રવીણ મોહનભાઈ ધુધળવાને કાનુડા બનાવવામાં આવેલ….

આજ દિવસે ગામનાં તમામ લોકો…..
નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયા લાલ કી…
હાથી ઘોડા પાલખી,
જય કનૈયા લાલ કી..
નાદ સાથે ગામનાં તમામ લોકો ઝુમી ઉઠ્યા હતાં…

શોભા યાત્રા દરમ્યાન ગામનાં તથા આજુબાજુ ગામનાં બહોળી સંખ્યામા લોકો જોડાયા હતાં…. તેં દરમ્યાન મરીન પોલિસ જાફરાબાદ સ્ટાફ દ્રારા લોકોની ખૂબ સારી રીતે સલામતી અને સુરક્ષા પુરી પાડી હતી તેં બદલ સરપંચશ્રી દ્રારા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યકત કાર્યો હતો……

તેમજ સાતમ આઠમ અને કૃષ્ણ મહોત્સવની સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્રારા શુભેચ્છા પાઠવી હતી..

મેનેજિંગ ડાયરેક્ટર… ભાનુંભાઈ પરમાર

રીપોર્ટ. ભુપત સાંખટ સાથે બારૈયા મહેશ – જાફરાબાદ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat