hk24news August 16, 2019

મહીસાગર નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પાનમ, કડાણા ડેમ, અને વણાંકબોરી ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. 2 દિવસથી પાણીનો વિપુલ જથ્થો નદીમાં છોડાતાં 10 માસ બાદ નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી. મે માસમાં સિંધરોટ પાસે પાણી સંગ્રહ માટે બનાવેલા ચેક ડેમ ખાલી થઇ જતાં નદીમાં ઉમેટાની આગળની બાજુએ પાણીનું વહેણ ઘટ્યું હતું.સ્થાનિક લોકો ચેક ડેમની પારી પરથી અવર-જવર કરતાં હતાં. 2 દિવસથી નદીમાં સતત પાણીની આવક વધતાં સિંધરોટ ચેકડેમ પણ છલકાઇ ઉઠ્યો હતો. અને દોઢ માસ બાદ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. મહીસાગર નદી ઉમેટાથી બોરસદ અને આંકલાવના છેવાડાના ગામોને ર્સ્પશીને ધુવારણ ખાતે ખંભાતના દરિયામાં સમાઇ જાય છે.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat