hk24news August 14, 2019

ભારત સરકારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં ગયા શુક્રવારે નમાજ બાદ થયેલા પથ્થરમારાની ઘટનાની વાત માની છે.

ગૃહવિભાગના પ્રવક્તા તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે, “મીડિયામાં શ્રીનગરના સૌરા વિસ્તારમાં બનેલી ઘટનાના સમાચારો આવ્યા છે.”

“9 ઑગસ્ટના રોજ કેટલાક સ્થાનિક લોકો મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ પરત ફરી રહ્યા હતા. તેમની સાથે કેટલાક ઉપદ્રવી પણ સામેલ હતા.”

“અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આ લોકોએ કોઈ પણ ઉશ્કેરણી વિના સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.”

“જોકે, સુરક્ષાકર્મીઓએ સંયમ દાખવ્યો અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ કરી હતી.”

“અમે ફરીથી કહીએ છીએ કે કલમ 370 નાબૂદ કર્યા બાદ અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં એક પણ ગોળી છોડવામાં આવી નથી.”Image Copyright @PIBHomeAffairs@PIBHOMEAFFAIRS


બીબીસીનો વીડિયો અને વિવાદ

Skip Youtube post by BBC News Gujarati

Warning: Third party content may contain adverts

End of Youtube post by BBC News Gujarati

આ પહેલાં બીબીસીએ એક વીડિયો જારી કરીને એ કહ્યું હતું કે શુક્રવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક મોટું વિરોધ પ્રદર્શન થયું હતું.

બીબીસીએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સુરક્ષાદળોએ ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને પૅલેટ ગનનો પણ ઉપયોગ કર્યો હતો.

એ સમયે ભારત સરકારે દાવો કર્યો હતો કે આવું કોઈ પ્રદર્શન થયું ન હતું.

જોકે, બીબીસીના ઍક્સક્લુસિવ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતર્યા હતા.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat